Thursday, February 2, 2012

એક-એક સ્કુલ માટે જુદા - જુદા ૬૭ પુસ્તકોનો સેટ માધ્યમિક સ્કુલો માટે એકાએક ઉતરી પડયા લાખો રૃા.ના પુસ્તકો

http://www.gujaratsamachar.com/20120203/gujarat/sau3.html


03-Feb-2012,Friday


રાજકોટ, ગુરૃવાર
ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા આડે ગણત્રીના દિવસો બાકી રહ્યાં છે. સ્કુલોમાં સત્ર પુરૃ થવાની તૈયારીમાં છે ત્યારે લાયબ્રેરીમાં આપવાના નામે આજે હજારો પુસ્તકોના સેટ અહીની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ઉતરી પડયા હતાં. પ્રત્યેક સ્કુલને જુદા જુદા વિષયોના ૬૭ જેટલા પુસ્તકોનો સેટ આપવાની સુચના સાંભળી શાળાના સંચાલકોએ આશ્ચર્યની લાગણી વ્યકત કરી હતી.
રાજકોટ જિલ્લાઓ એક પણ સ્કુલમાં કાયમી લાયબ્રેરીયન નહી હોવા છતાં લાયબ્રેરીના નામે આવેલા હજારો પુસ્તકોથી શાળા સંચાલકોને આશ્ચર્ય
રાજકોટ શહેર અને જિલ્લાની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં દર વર્ષે નબળા વર્ગના વિદ્યાર્થીઓને જુદી જુદી યોજના હેઠળ અપાતા પાઠયપુસ્તકે સમયસર મળતા નથી તેવા સંજોગોમાં સત્ર પુરૃ થવાના અંતિમ દિવસોમાં ગાંધીનગરથી ટ્રક ભરીને આવી પહોંચેલા લાખો રૃા.ની કિંમતના આઠ હજારથી વધુ પુસ્તકોના સેટથી આશ્ચર્ય ફેલાયું હતું. આ પુસ્તકોમાં જુદા જુદા લેખકોની બોધકથાઓ, વાર્તાઓ, નવલકથાઓ નવલિકાઓ, જ્ઞાાન, વિજ્ઞાાનની અવનવી વાનો, મનોવૈજ્ઞાાનિક સમસ્યાઓ ઉકેલો અને એ પ્રકારની વિદ્યાર્થીલક્ષી વિવિધ પ્રવૃતિઓના જુદા જુદા ૬૭ પુસ્તકોનો સેટ દરેક સ્કુલમાં લાયબ્રેરી માટે મોકલવામાં આવનાર હોવાની વિગતો શિક્ષણાધિકારી કચેરીના સુત્રોએ જણાવી હતી. અલબત તેની સામે શાળા સંચાલકોએ આજે ઉમેર્યું હતું કે, સરકારે એકપણ સ્કુલમાં લાયબ્રેરીયનની ભરતી કરી નથી. પરીણામે લાયબ્રેરીની જવાબદારી શિક્ષકો સંભાળે છે. આ પુસ્તકોની જાળવણી માટે સ્કુલોમાં પુરતી સગવડ છે કે નહીં? તેની પણ ચિંતા કયારેય કરવામાં આવી નથી પરંતુ તેમ છતાં આજે એકાએક લાયબ્રેરી એકાએક સરકારને યાદ આવી હોય તેમ પુસ્તકોના સેટ ઉતરી પડયા છે. આ પુસ્તકો વિદ્યાર્થીઓના હિત માટે મોકલાયા છે.
કે અન્ય કોઈ ખાનગી પ્રકાશકોનું હિત જાળવવા ઉતારી દેવામાં આવ્યાં છે. તે પ્રશ્ન છે પરંતુ લાખો રૃા.ની કિંમતના આ પુસ્તકોની જાળવણી માટે લાયબ્રેરીયનની ભરતી સાથે વાંચનાલયની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવે તે જરૃરી છે.

No comments:

Post a Comment