http://www.divyabhaskar.co.in/article/SAU-BVN-librarian-of-space-reads-gujarat-failed-4163152-PHO.html?seq=1&HF
એક તરફ સમગ્ર ગુજરાત રાજ્યમાં શાળા અને કોલેજ કક્ષાએ વિદ્યાર્થીઓ વધુને વધુ વાંચતા થાય તે હેતુથી ગુજરાત સરકારે કરોડો રૂપિયાના ખર્ચેે ‘વાંચે ગુજરાત’ પ્રોજેક્ટ અમલમાં મુકયો છે ત્યારે બીજી બાજુ હાઈસ્કૂલો અને કોલેજોમાં ૧૦૦માંથી ૯૦ ટકા સંસ્થાઓમાં લાઈબ્રેરીયનોની જગ્યા વણપુરાયેલી છે.
તેમજ હવે તો હાયર સેકન્ડરી કક્ષાએથી લાઈબ્રેરીયનની પોસ્ટ જ દૂર કરી દેવાતા દરેક ગુજરાતી વિદ્યાર્થી વાંચતો, વિચારતો અને વિકસતો થાય તે ધ્યેય સિદ્ધ કરવું લગભગ અશક્ય બની ગયું છે.
રાજ્ય સરકારે ‘વાંચે ગુજરાત’ પ્રોજેક્ટ અમલમાં મુકયો તેમાં શાળાના વિદ્યાર્થીઓ માટે મનગમતું પુસ્તક, શ્રેષ્ઠ વાચક, તરતાં પુસ્તકો, વાંચન પ્રેરણા, પુસ્તક પ્રદર્શન , ગ્રંથયાત્રા, પ્રેરણા સભર, વિચાર મેળાઓ, વિચાર ગોિષ્ઠ, વિચાર-વાચન-શિબિર જેવા આયોજન કરી વિદ્યાર્થીને વાંચતો, વિચારતો અને વિકસતો કરાશે તેવી જાહેરાત કરવામાં આવી પરંતુ ખાટલે મોટી ખોટ એ રહી ગઈ છે કે મોટા ભાગની માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક શાળાઓમાં ગ્રંથપાલની જગ્યા ભરવામાં આવી નથી. વળી, હાયર સેકન્ડરી વિભાગમાં તો આ જગ્યા જ નાબૂદ કરી દેવાતા શાળામાં પુસ્તકો હોય તો પણ એક ખૂણામાં ધૂળ ખાતાં પડ્યાં રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
કોલેજોમાં પણ સ્થિતિ આવી જ છે. કોલેજમાં ગ્રાન્ટ ઈન એઈડ કોલેજમાં છેલ્લાં ૨૦ જેટલા વર્ષથી લાઈબ્રેરીયનની ભરતી જ વિધિવત રીતે કરવામાં આવી નથી જેથી કોલેજના કબાટો તો પુસ્તકોથી ભર્યા હોય પણ તેની લેવડ-દેવડ કરવાવાળું કોઈ ન હોવાથી પુસ્તક રૂપ વિદ્યા બંધીયાર થઈ ગઈ છે.
શું કામ સફળતા ન મળી...?
ગુજરાત રાજ્યની સ્થાપનાના ૫૦માં વર્ષની ઉજવણી નિમિત્તે વાંચે ગુજરાત અભિયાન શરૂ કરાયેલું જેમાં ૨૫ લાખ બાળકો ૧ કરોડ પુસ્તકો વાંચે, ૧૫ હજાર શાળાઓ અને એક હજાર કોલેજમાં આ અભિયાન વિસ્તરે તેવો લક્ષ્યાંક હતો. ૧૫ હજાર ગ્રંથ યાત્રાઓ અને એટલી જ પ્રેરણા સભાઓ યોજાયેલી. ૧૦ લાખ પુસ્તકો તરતા મુકાયેલા પણ ગ્રંથપાલની જગ્યાના અભાવે આ અભિયાનને સફળતા નથી મળી.
વાંચે ગુજરાતના પ્રોજેક્ટ
’ શ્રેષ્ઠ વાચક સ્પર્ધા
’ મને ગમતું પુસ્તક
’ તરતા પુસ્તક પ્રોગ્રામ
’ વિચાર વાંચન શિબિર
’ વાંચન પ્રેરણા નોંધપોથી
’ પુસ્તક અધ્યયન
’ શ્રેષ્ઠ વાચક સ્પર્ધા
’ મને ગમતું પુસ્તક
’ તરતા પુસ્તક પ્રોગ્રામ
’ વિચાર વાંચન શિબિર
’ વાંચન પ્રેરણા નોંધપોથી
’ પુસ્તક અધ્યયન