Librarians ભરતી માટે 13.12.2016 ના રોજ સરકાર માં રજૂઆત કરવામાં આવશે
any who want to join, Please contact to
Shri Sandipbhai Pathak 7383164329
any who want to join, Please contact to
Shri Sandipbhai Pathak 7383164329
કોલેજ ગ્રંથપાલ સ્ટડી સર્કલ
અખિલ ભારતીય
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન (ABRSM)
(રજી. નં. એસ./25125/1993)
" સિધ્ધિ વિનાયર્ક ", 3 - શાંતિ નિકેતન પાર્ક, રૈયા રોડ, રાજકોટ-360007.
ફોન: (ઘર) 0281-2583789, મો. 94272 00571
પ્રતિ,
માન. શ્રી
ગુજરાત રાજ્ય,
ગાંધીનગર.
વિષય: ગુજરાત રાજ્યની સરકારી/ગ્રાન્ટેડ સ્કૂલ-કોલેજોમાં ગ્રંથપાલની ભરતીનો
પ્રશ્ન ઉકેલવા અંગે.
સંદર્ભ: અમારા તા.26-09-2016 ની રજૂઆત પત્રના સંદર્ભમાં.
આદરણીય,
શ્રી …………………………………………………………………
સાદર નમસ્કાર.
સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, " અમારું કોલેજ ગ્રંથપાલ
સ્ટડી સર્કલ" અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - દિલ્હી સાથે સંલગ્નતા ધરાવે છે. સંદર્ભદર્શિત પત્રથી આપશ્રીને સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલ-કોલેજોમાં
ગ્રંથપાલની ભરતી કરવા અંગે રજૂઆત કરવામાં આવેલી હતી. તાજેતરમાં જાણવા મળ્યા મુજબ આ
જગ્યાઓની ભરતી પ્રક્રિયા અંગે કોઈ નિર્ણય લેવામાં આવેલો નથી.
ઉચ્ચ શિક્ષણ આપતી શાળા-કોલેજ સંસ્થાઓમાં ગ્રંથાલય એ હૃદય સ્થાને છે
એવું અત્યાર સુધીના તમામ શિક્ષણ પંચોએ સ્વીકારી ગ્રંથાલયના મહત્વને સ્થાપિત
કરી સ્કૂલ-કોલેજોમાં ગ્રંથાલયો અને પૂર્ણ લાયકાતવાળા ગ્રંથપાલોને વિશેષ મહત્વ
આપવા સૂચવેલ છે.
ગુજરાત રાજ્યના સરકારી-બિનસરકારી ગ્રાન્ટેડ સ્કૂલ-કોલેજોમાં ગ્રંથપાલની
ભરતી કરવા અંગેનો પ્રશ્ન લાંબા સમયથી પડતર છે. આપશ્રીના નેતૃત્વ હેઠળ રચાયેલ
સરકાર આ બાબતે સત્વરે સાનુકૂળ નિર્ણય લઇ થઇ રહેલા અન્યાયને દૂર કરે તેવી નમ્ર
વિનંતી છે.
1. સરકારી-બિનસરકારી ગ્રાન્ટેડ સ્કૂલ-કોલેજોમાં છેલ્લા 20 વર્ષથી ગ્રંથપાલની ભરતી થયેલી નથી. પરિણામે ગ્રંથાલય
વિજ્ઞાનની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા હજારો ઉમેદવારો બેકાર છે. આ અંગે
સત્વરે સ્કૂલ-કોલેજોમાં ગ્રંથપાલની ભરતી પ્રક્રિયા માર્ચ-2017 સુધીમાં પૂર્ણ કરવામાં આવે તેવી વિનંતી છે.
2. કોલેજ ગ્રંથપાલની શૈક્ષણિક લાયકાત U.G.C. એ નિયત કર્યા મુજબની Ph.D. અથવા NET/SLET પરીક્ષા પાસ કરેલી હોવાથી તેનો પગાર પણ U.G.C. ના નિયમો મુજબ જ ચૂકવવાનો આદેશ
કરવા વિનંતી છે.
કોલેજ ગ્રંથપાલ અને કોલેજ અધ્યાપક ની ભરતીના શૈક્ષણિક લાયકાતના નિયમો એક સમાન
હોવાથી એક સરખું પગાર ધોરણ મળવા અંગેના આદેશ કરવા વિનંતી.
3. માન. વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ શરૂ કરેલ 'વાંચે ગુજરાત' અભિયાનમાં સ્કૂલ-કોલેજ અને સાર્વજનિક ગ્રંથાલયોના ગ્રંથપાલોને જોડવા અને આ
કાર્ય કરવા ગ્રંથપાલો કટિબદ્ધ છે.
4. ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં સ્ટેચ્યુટ માં કોલેજ ગ્રંથપાલને U.G.C. ના નિયમો મુજબ ઉચ્ચ શૈક્ષણિક લાયકાતના આધારે “ As
A Teacher ”
તરીકે ગણના કરી ગુજરાત રાજ્યના માન. રાજ્યપાલશ્રીના આદેશથી ઠરાવ પ્રસિદ્ધ કરેલ છે, જે આપના વહીવટી વિભાગ તરફ ધ્યાન દોરવા વિનંતી છે (નકલ આ સાથે સામેલ
છે).
ઉપરોક્ત બાબતે આપણા તરફથી જરૂરી આદેશ આપવા અંગે સંબંધિત ખાતા-વિભાગને સૂચના
આપવા વિનંતી છે.
આપના સહકાર બદલ આભારી છીએ,
આપનો વિશ્વાસુ,
( દિલીપભાઈ જે. ભટ્ટ )
પ્રમુખ
કોલેજ ગ્રંથપાલ સ્ટડી સર્કલ
રાજકોટ